Saturday, 29 July 2017

ગઝલ

જાતને તું હરાવ બંદા
એમ તૈયાર થાવ બંદા.

રોકશે તો અનેક રસ્તા,
ખુદ મારગ બનાવ બંદા.

હંસ,બગલા સમાન ક્યાં છે?
  રંગથી ના મપાવ બંદા.

શબ્દ પણ ખુદ ક્યાં કહે છે,
  છંદમાં તું લખાવ બંદા.

જીવને જ્યાં સહેજ લાગે
ત્યાંજ 'હૃદયા' લગાવ બંદા.
   By :- joshi..(હૃદયા).

No comments:

Post a Comment