Saturday, 29 July 2017

ગઝલ

ભીતરે હો લગાવ  બંદા,
આ  હ્રદયને બતાવ બંદા.

છોડ મારો અભાવ  બંદા,
વાત તારી મનાવ બંદા.

કેમ લીલાશ છે નયન પર,
લાગણીના તળાવ બંદા.

તોડજે ના કલાર કૂંપળ,
કૈ યુગોના કસાવ બંદા.

તારું  કોઈ ન સાંભળે  તો,
સહેજ ટહુકો લગાવ બંદા.

તું તને ઓળખી શકે ના તો,
સત્ય ભીતર ધખાવ  બંદા.

શકયતા, ધારણા ને તથ્યો,
મન મુજબના વળાવ બંદા.
Dt: 25/7/2017  * નિશિ *

No comments:

Post a Comment