Saturday, 29 July 2017

ગીત

કાળા ડિબાંગ ઓ છલકાતા આભ
હવે ભીડી દે તારા કમાડ
મને વહાલો છે ચપટીક ઉઘાડ

તારી તે વરસાદી રીત સાવ નોખી                                         શું દરિયાએ દીધી છે ખો!
મનડાંને તાણે એ મેહૂલો વહાલો                                        પણ માનવી તણાય તે તો જો!
થોડાં કોરા સંબંધને ગમાડ
મને વહાલો છે ચપટીક ઉઘાડ 

આંગણું પલાળ કે પછી બારણું પલાળ,
તેં તો ડૂબાડ્યાં ગામોનાં ગામ
વરસે તો જંપવાનું નામ નહીં લે
એમાં હારે છે માનવીઓ હામ
દૂર કરને આ તારો વળગાડ
મને વહાલો છે ચપટીક ઉઘાડ

No comments:

Post a Comment