Saturday, 29 July 2017

ગઝલ

હંમેશા હસતા હસાવતા રહ્યા છે
દર્દ જિગરમાં સમાવતા રહ્યા છે

સંજોગો કાયમ મુશ્કેલ જ રહ્યા
છતાં જિંદગીને  નભાવતા રહ્યા છે

પારકા પોતાના અજમાવતા રહ્યા
ધીરજથી બધુ સંભાળતા રહ્યા છે

ચાહીને પણ જેને ભુલાવી ન શક્યા
યાદોને અંતરે વસાવતા રહ્યા છે

સમય સાથે બધું જ બદલાઈ ગયું
અમે જ જૂની તરજ વગાડતા રહ્યા છે

દિલીપ શાહ

No comments:

Post a Comment