Saturday, 29 July 2017

ગઝલ

*ગઝલ*

ક્યાંક  તેની  વાતમાં ભીનાશ છે,
યાદ આવી આંખમાં ભીનાશ છે.

સાંજ  છે,છત્રી છે ને વરસાદ છે,
આજ મારાં શ્વાસમાં ભીનાશ છે.

આ ચરણ ચાલે પ્રણયનાં પથ તરફ,
દર્દની  આ  રાહમાં  ભીનાશ  છે.

જાણતાં  પણ ક્યાં હતાં આપણે?
કે  હૃદયની  ખીણમાં  ભીનાશ  છે.

પ્રેમ    સંદેશો   લખું   વાંચો   તમે,
હા  કહો  ને!  પ્રેમમાં  ભીનાશ  છે.

ચાંદની  આશા  ભરી  ખિલી હશે,
ચાંદ ની  આ  ચાહમા ભીનાશ છે.

જાદુ  તેનો  આજ  કંઈ  ખાસ છે,
રાત  ભરની  આહમાં ભીનાશ છે.

હા"ફિઝા" છું  હું  તમારાં બાગની,
આ પ્રણયની આગમાં ભીનાશ છે.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment