પ્રેમ થયા પછી અમારી હાલાત વિષે તમે શું જાણો
દિલમાં ઉઠેલ અમારા ઉલકાપાત વિષે તમે શું જાણો
એક બુંદ વરસાદ નો વરસ્યો નહીં હું ભીજાઈ ગયો
અમારી થયેલી પ્રથમ મુલાકાત વિષે તમે શું જાણો
અસર થઈ હોય લકવાની જાણે મારી જીભ પર આજે
તેમના થી થયેલ મારી પ્રથમ વાત વિષે તમે શું જાણો
પ્રણય ના દુશ્મનો છે કેટલા લો પુરાવો તમને હું આપું
બની વંટોળ શહેર માં ફરતા ચક્રવાત વિષે તમે શું જાણો
વહેતી વાતનો પ્રવાહ આવી પહોચ્યો મારા ઘર આગણે
મારા ઘર અંદર ફૂકાયેલ ઝંઝાવાત વિષે તમે શું જાણો
આદત છે દુનિયા ને તો ઘર કોઈક ના ભાંગવાની સદા
બે દિલ મળ્યા પછી થતી ચંચુપાત વિષે તમે શું જાણો
કરી લીધું હોય નક્કી જેમણે કોણ રોકી શક્યું જગતમાં
પ્રણય બંધન થી બંધાયેલ ચાહત વિષે તમે શું જાણો
કષ્ટ વેઠી ને જગત ને પણ માત કરી દીધો છે ”મૌને”
ખુશીઓ ભરેલા સંસાર ની સોગાત વિષે તમે શું જાણો
વિનોદ બી ગુસાઈ”મૌન”
No comments:
Post a Comment