પ્રથમ પ્રહરે પવનમાં રાતરાણીની અસર પહોંચી ગઈ.
ચહેરા પર ખુશી ને આંખ અશ્રુ સભર પહોંચી ગઈ.
ઉઠ્યો વંટોળ ઘેરાયું હતું આકાશ સમણાનું જ્યાં;
નિસાસાથી ભર્યા વાદળ લઈ કપરી ગજર પહોંચી ગઈ.
સજાવેલા તરાપાની હલેસાએ શરત પાળી પણ;
કર્યો ઉપહાસ દરિયાએ મનેચ્છા પર લહર પહોંચી ગઈ.
અધર વચ્ચે અટકતા પ્રેમના શબ્દો ખર્યા તે સ્થાને,
હૃદય પ્હોંચે પહેલા રક્તની મોટી ટસર પહોંચી ગઈ.
હતી સ્પર્શે વહેતી પ્રેમની અવિરત ઝરણની ધારા,
જગતના રણ વચાળે બસ મને કીધા વગર પહોંચી ગઈ.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment