Saturday, 1 July 2017

ગીત

©©©
હો રાજ! શ્રાવણે મને આ જ ગમે છે!

વર્ષામાં ન્હાતી બાળાના નૂપુરમાં અવાજ થઇને ખનકવું;
તલાવડીના પાણીમાં બુંદે-બુંદે ટપકવું!
ૠતુમાં મેઘરાજનો એ શિરમોર્યો તાજ મને ગમે છે!

ચાતકનું બનવું ચોમાસે અચાનક ગાંડૂતુર,
વછૂટતી ગુલો ને ધરતીની સોડમ ભરપૂર,
વર્ષારાણીનો મને આ જ અંદાજ ગમે છે!

અંગડાઇઓ લેતી ડાળીઓ ફૂટી ઝાડનેય કેવી!
એવી માઝા મૂકી જાણે ચૂમવા આભને- તેવી!
મને ચોમાસે ત્યજેલી પ્રકૃતિની લાજ મને ગમે છે!
હો રાજ....

~નીલ કુંભાણી

No comments:

Post a Comment