જે દોસ્તો જીભ પર રાખે છે દીવાસળી.
મારી ભીતર એજ તો ચાંપે છે દીવાસળી.
આઘા ખસો જિંદગી સળગી જશે ત્યાં ને ત્યાં,
રસ્તા ઉપર દોડતી આવે છે દીવાસળી.
વરસો જુની ટેવ છે, ક્યારેય નહીં સુધરે,
વાત્ વાતમાં ભડકો કરી નાખ છે દીવાસળી
આ સંસ્મરણના દીવા સળગી ગયા જાતમાં,
પગલાં નવાં ભીંત પર છાપે છે દીવાસળી.
ફુલે અને ફાલે છે મારી ભીતર કોઈ આજ,
વિસ્તાર જળનો 'અદિશ' માપે છે દીવાસળી.
અદિશ
No comments:
Post a Comment