Saturday, 29 July 2017

ગીત

*ગીત :- તારો ટ્રેન્ડ*

રાતોની નીંદર ઊડાવીને કે'તી કે હું ને તું જસ્ટ એક ફ્રેન્ડ!
બહુ જબરો લાગ્યો તારો ટ્રેન્ડ.....

લચ્ચક કમ્મરની તું કરતી એવી કે જાણે ચાલે છે નાગણ લ્હેરાતી,
ફૂલો પણ જેલસથી મચકોડે મોઢું જયારે ફોરમ જે તારી વેરાતી,
નમતો હું હાથ તને તું પણ નમ વેંત જરા વેઇટિંગ ફોર યુ  બસ સ્ટેન્ડ,
બહુ જબરો લાગ્યો તારો ટ્રેન્ડ.....

આવીને રોજે દઈને ગુલાબ કહે હેપ્પી મોર્નીંગ માય ડીયર,
લ્હેરાતો મદમાં હું એવો જાણે કે મેં પીધી હો સવારમાં બીયર,
તારો વિચાર જો બદલે તો લવલી મેસેજ કરું રોજે સેન્ડ,
બહુ જબરો લાગ્યો તારો ટ્રેન્ડ.....

રાતોની નીંદર ઊડાવીને કે'તી કે હું ને તું જસ્ટ એક ફ્રેન્ડ!
બહુ જબરો લાગ્યો તારો ટ્રેન્ડ.....


*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment