તું છે તો છે મહેક ચારે તરફ.
ખુશનુમા આબોહવા ચારે તરફ.
ન મળે મળવાનો મોકો એકે તો,
લાગે છે મૃગજળ નું જળ ચારે તરફ.
ગગન માં ઉગતો જોઈ ચંદ્રમા,
લાગે છે તારી હયાતી ચારે તરફ.
ખીલેલા ઉપવન માં પણ હવે તો,
દેખાય છે જિંદગી નું રણ ચારે તરફ.
તું હોય તો બીજું શું ખૂટે જીવન માં?,
હોય ખુશીનો સાચો ખજાનો ચારે તરફ.
એક સ્પર્શ તારો રોમે રોમ માં પ્રસરે,
હદય ને મળે નવો ધબકાર ચારે તરફ.
તારા જ રૂપ નો કાયલ થયો છે 'ધર્મ',
દેખાય છે તેથી તારો ચહેરો ચારે તરફ.
~ધર્મેન્દ્ર સોલંકી.
૧૯:૩૪, ૨૨/૦૭/૧૭
No comments:
Post a Comment