Saturday, 29 July 2017

અછાંદસ

આવ
બેસને !
શું પાથરું?!
શું લાવું?!
શું આપું તને?!
અરે ! હા,
બેસ મખમલી શોફા પર
બોલ કોફી , ચા કે કૈં ..
લે આ પૈસા, કપડાં, મકાન, જાગીરી અને આ વૈભવ
અરે ! આસું ?!
કૈં ઓછું પડ્યું ?
બોલ ને ?
કૈં ખૂટે છે?
શું કરું હું?!
આ પૈસા , કપડાં, મકાન,જાગીરી અને આ વૈભવનું!
આપશે ખુશી?
પરમાનંદ! નિજાનંદ
અરે ! તો એમ બોલને
લે! રાખ તારી પાસે
શ્વાસને ધડકન
અરે ! આ શું દીધું તે?!
શું કરીશ તું?!
ન સમજાયું ને?
હવે હું તારામાં રહીશ !!
અદિશ

No comments:

Post a Comment