તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી,
ગાય છે.
કોઈક વટેમારગુ
અજાણતાં ભીંજાય છે.
વાદળ જ્યાં સ્થિર થાય છે
ત્યાં વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ,
ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
- રઘુવીર ચૌધરી
No comments:
Post a Comment