Friday, 14 July 2017

ગઝલ

ઢળતી નજર માં કેટલી આશા ભરી મળે,
હસતી થયેલી સૂરતે ચાહત નવી મળે.

મનની વધેલી ભાવના રાખે દબાણમાં,
રેખા જડેલી ભાલપર ચમકી છબી મળે.

કીધા ભરોસો જીતવા યત્નો તમામ તર,
ભીતર દબેલી પીડતી લગની લગી મળે.

મમતા ભરેલા સ્નેહના ભાવે મળો છતાં,
કિંતુ વફાના ભાવની થોડી કમી મળે.

અંતર પડેલી ચાહમાં પલતી  વિભાવના,
સાચા હ્રદયની લાગણી ચાહી નહીં મળે.

માસૂમ જગેલા સ્નેહમાં નાતો નભાવતાં,
વધતા પ્રભાવે જિંદગી તાબે થતી મળે.

               માસૂમ મોડાસવી

No comments:

Post a Comment