Friday, 14 July 2017

ગઝલ

મૌન દ્વારા એક એવો શોર થાશે.
કાન જ્યારે શબ્દ માટે મોર થાશે.

પત્ર આવ્યો છે ફરીથી પૂત્રનો આ;
સાડીની પાછી ભીની એ કોર થાશે.

માવજત તું આટલી પૂત્રીની પણ કર;
તારા માટે એ કદી ના થોર થાશે.

દર્દ ને એવો ભરાયો છે ડૂમો કે;
અશ્રુ હસ્તે ગાલે પાછાં નહોર થાશે.

રાત હાવી એ રીતે થઈ છે કે 'સર્જક';
સૂર્ય ઉગશે છતાં ના ભોર થાશે.
-સર્જક
_________________________
-મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ-

No comments:

Post a Comment