આકાશ
આકાશ ઘેરાયેલું
ગોરંભાયેલું
ઘટાટોપ
ને પછી ગૂંચવાયેલું ......
આકાશને ગળે ડૂમો !
આકળ -વિકળ
કશુંક ઘૂંટાયા કરે છે એના મનમાં
કશુંક વ્યક્ત થવા છેક
કંઠ સુધી આવીને જાણે અટકી ગયું ન હોય !
બે ચાર ફોરાં વરસાવીને ખામોશ.
કોણ અટકાવી રહ્યું છે એને વરસતાં ?
કાયનાત મૂંગી મસ્સ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment