ગીત
આંખ્યું મીંચુ તો આજ મને લાગે કે
ઊંડા આતમ નો મને વ્હેમ છે.
શ્વાસ આસપાસ , મારી રૂહ થઈ રખડતો
દેહ જડબેસલાક એમ નેમ છે.
આંખ મીચું...
સાગરમાં તરફળે છે , માછલી જોને
કે એને સાગર પીવાની મોટી નેમ છે.
આંખ્યું મીંચુ . . . . . .
પંખીની પાંખ , શાને આંબે ન આભ !
એની ચાંચમાં , ક્ષિતિજ એમ નેમ છે.
આંખ્યું મીચું....
આ શ્વાસ સુનમુનને વિચાર તો ગયો !
અરે , મુજ પર મારો જ, આ કાં રહેમ છે.
આંખ્યું મીચું....
શું આવ્યો બેઠો ને, એમનેમ વઇ ગયો ?
ન કરી વાતો , એવો, તારા પર ક્લેમ છે.
આંખ્યું મીચું...
કરી લે, કસોટી, તારું જ પાન ને હાથ
ઝાલવાની તને આવી ટેવ કેમ છે.
આંખ્યું મીચું.....
આજ મુને લાગે છે કે ઊંડા આ
આતમનો મને વ્હેમ છે ?
આંખ્યું મીચું...
ઝલક ભટ્ટ
No comments:
Post a Comment