Saturday, 1 July 2017

ગઝલ

માળા, મંતર, સ્થળ સરનામું!
ના ડેલી, સાંકળ  સરનામું!

હરતા, ફરતા, ભમતા, રમતા
  સાધૂનું  કેવળ  સરનામું!

સાવ ફકીરા થૈ ને રે'વું,
ના આગળ પાછળ સરનામું!

આજ અહીં ને કાલ ત્યહીં એ,
હોય જ્યહીં બે પળ સરનામું!

અલગારી જોગીને  ઝૂંપડ,
અંતર હો ઝળહળ સરનામું!

---------હેમા ઠક્કર "મસ્ત "      26-6-17

No comments:

Post a Comment