તને
શીશીમાં અત્તરની જેમ ભરાય?
(હા, ભરાય ને!)
પછી તને
રૂના પૂમડાંમાં લઈને કાનમાં મૂકાય?
(હા, મૂકાય ને!)
શીશી ઊંધી કરીને
તને ટેરવાં પર લઈને
મારા અંગેઅંગ રગડાય?
(હા, રગડાય ને!)
ને બસ તું મહેંકાય, પણ
તારાથી કશું ના બોલાય.
(હમ્મ, નહીં બોલાય.)
ને પછી
મારા રોમરોમમાં ધ્રુજારી ફેલાય., હાય.
(હાય, હાય, કેમ ધ્રુજારી ફેલાય?)
કેમ કે છેક સમી સાંજે
બાકડા પર મારા એકલા બેઠા પછીની
આ કલ્પના છે.....
(ધત્, આવું વિચારાય!)
== મંથન ડીસાકર (સુરત)
Saturday, 1 July 2017
અછાંદસ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment