Saturday, 29 July 2017

તાન્કા

તાન્કા :

લીલી નાઘેર
અષાઢી સાંજ : રંગ
પીતાંમ્બરી,
શોભે ક્ષીતીજે સુયઁ
ને તીલક આકાશે...

------------------

રળીયામણી
ખળ ખળ વહેતી
કો વિજોગણ,
અસ્તીત્વ લઈ દોડે
દરીયા કાંઠે ઓટ...

------------------

ચિરી પહાડ
ઉતયોઁ વરસાદ
ગોદ ધરાની,
વળાંકો લઈ રમે,
ઝરણા સાતતાળી...

-------------------

પુનીત સરખેડી

No comments:

Post a Comment