કરી શું શકે તું સહારા વગર,
એ ઊપરથી મારે છે માર્યા વગર.
નસીબોની બાબતમાં તું જાણી લે,
એ મારે છે પલટી ઈશારા વગર.
કરી ગોઠવણ કેવી કેવી મગર,
બધી વ્યર્થ છે એ તમારા વગર.
આ જીવનને ધારી લો દરિયો તમે,
કહો તો એ શું છે કીનારા વગર.
સુખો કે દુ:ખો પર નથી માલિકી,
તું ભોગવ બધું પણ ઈજારા વગર.
- દિપક ઠાકર
No comments:
Post a Comment