મા નર્મદા મૈયા અહીં અવિરત રેલાય છે,
નીકળી અમરકંટકમાં તું ગુજરાતમાં રેલાય છે,
ને આખે આખું ગુજરાત કાયમ હરખાય છે;
શીતળ પાણી અને લોકોની ખુશી રેલાય છે,
ખેડૂતોની ખુશી મા નર્મદાના કારણે રેલાય છે,
ગુજરાતી પ્રજા હવે એટલે જ તો હરખાય છે;
પવિત્રતા મા ગંગાની અહીં નર્મદામાં રેલાય છે,
રેવાને તીરે છાયા કબીરવડની એટલે રેલાય છે,
જોઇને આ નજારો ખુદ કુદરત પણ હરખાય છે;
સ્વપ્ન ખુલ્લી આંખનું હકીકત બની રેલાય છે,
હવે તો રાજસ્થાનમાં પણ મા નર્મદા રેલાય છે,
નાનાં-મોટા સૌ કોઈ એ જોઇને મંદ હરખાય છે;
નીતરે છે લાગણી ને અશ્રુ સ્વરૂપે એ રેલાય છે,
લીલોતરી ને સમૃદ્ધિ હવે, હાસ્ય બની રેલાય છે,
થતું એ સ્વપ્ન સાકાર જોઇ હવે ખેડુત હરખાય છે..!!
- પંકજ ગોસ્વામી
No comments:
Post a Comment