##શબ્દના##
ખોટા પડી જાય છે, સિક્કા અહીં શબ્દના,
હારી બધા જાય છે ,એક્કા અહીં શબ્દના.
ગોફણ વડે ફેંકતા, અરમાન ના પથ્થરો,
કેવા પછી વાગતા મુક્કા અહીં શબ્દના.
આ કોઈ ખૂંપી ગયું, ઈચ્છા તણાં કાદવે,
એને હજી મારતા ધક્કા અહીં શબ્દના.
ગાળો નથી બોલતા, પણ વ્યંગ છો કરો!
કર્યા તમે આજતો ભૂક્કા અહીં શબ્દના.
સાહિત્યના ફૂલની, ચોરી કરી રાચતા,
બાકી ફરે મારતા તુક્કા અહીં શબ્દના.
-સંદિપ ભાટિયા "કવિ"
No comments:
Post a Comment