Saturday, 29 July 2017

ગઝલ

જકડાયુ છે દિલ તે આપની ઝંઝીર છે
પામવા મથે આપને મુજની તાસીર છે

છે હકુમત પણ દિલ પર તારી જ ને
તું જ તો આ સલ્તનત ની વજીર છે

છે દર્દ ની જાગીર આ દુનિયા આખી, ને
તારો સ્નેહ એમાં એક સુખ ની લકિર છે

મળે સુખ ભાગ્યમાં હોય તો માનવી ને
ક્ષણિક, ને દુઃખ અહીં બધાની તકદીર છે

જન્મે છે સતીષ સૌ લલાટે લખાવી ને
કોક પ્રેમમાં બેઠા હાથે જ બની ફકીર છે

                              - સતીષ સખીયા

No comments:

Post a Comment