દિલના દરવાજા ભીડ્યા અંદરથી.
વાંછટ ભીંજવતા પલળ્યા અંદરથી.
નોખી ભાતો ને નો ખી છે વાતો
દિલડું ચોર્યુ તોયે હરખ્યા અંદરથી,
મેહુલિયો વંઠ્યો છલકાતો નભથી
હાહાકાર મચ્યો ડૂબ્યા અંદરથી,
ચપટીક ઉઘાડી ભીડો દરવાજા
રંગો પુરવાને ઉઘડ્યા અંદરથી,
ઓથારે હેલી ને સમરણ રુહના
યાદોનું લંગર સળગ્યા અંદરથી.
આરતીસોની રુહાના
No comments:
Post a Comment