તારા અઢળક પ્રેમને પામવા હું ઇરછું છું
તારા હર એક શ્વાસમાં સમાવવા હું ઇરછું છું
છબી તારી કંડારી છે આ હૃદય પર મારા
યુગો યુગો થી મળવાની આસ હું ઈચ્છું છું
ચાર ડગલા સાથ ચાલવા મળશે ઘણા સાથી તને
જીવનભરનો સાથ તારો આપવા હું ઇરછું છું
દૌલત લૂંટાવી સહુ જીતવા તને માગશે અહીં
લાગણીઓ દાવે લગાવી હું દિલ હરવા ઇરછું છું
તારા વગર ની જિંદગી મારી લાગે નર્ક જેવી 'હની'
પામી તુજને હું તો અહીં સ્વર્ગ પામવા ઇચ્છું છું
*કિર્તન જાદવ "હની...❣*
No comments:
Post a Comment