Sunday, 30 July 2017

ગઝલ

પડદો હતો જે ખાનગી,ખોલી ગયો છું;
માફી!નશામાં આજ હું ડોલી ગયો છું ,

ભૂલી ગયે જેને ભલા વરસો થયા છે;
આવ્યું અચાનક નામ,તો બોલી ગયો છું.

તાજા થયા છે એ જખમ,થોભો હકીમો!
ખોટું કહો છો કે હ્રદય છોલી ગયો છું.

ભારે રહ્યું પલડું મહોબતનું,નિહાળો;
નફરત હતી તારી જ,જે તોલી ગયો છું!

દેખો નથી દોસ્તો,બચ્યું છે ક્યાં કશું પણ?
બારી હતી જે બંધ,એ ખોલી ગયો છું.

-શૈલેષ ચૌધરી 'અગમ'

No comments:

Post a Comment