Friday, 14 July 2017

ગઝલ

લઈ પીડા સૌ કાળી બેઠા,
ઘાવ જુના પંપાળી બેઠા !

જાત જરા સંભાળી બેઠા,
એ અહમને ઓગાળી, બેઠા !

શો અર્થ હવે પસ્તાવાનો ?
આમંત્રણ તો ટાળી બેઠા !

એ તો ગુમાવી બેઠા સઘળું !
શર્ત આ કેવી પાળી બેઠા ?

ચાલી ચાલીને થાક્યા તો
જોઈને આ પાળી , બેઠા !

મળશે પાછાં ક્યારેક તો એ,
ઈચ્છા  ગાંઠે  વાળી બેઠા !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment