Saturday, 1 July 2017

ગઝલ

નશીલા નયનથી સખી તું રમે છે,
છતાંયે હ્ર્દયમાં મને એ ગમે છે.

હતા સામ સામે જરા જ્યાં અમે તો,
પછી આ નજરથી નજર પણ નમે છે.

પુષ્પોથી સજેલો હતો મુજ બગીચો,
પ્રણયની હવે ત્યાં હવા જો ભમે છે.

હતું યાદ ચુંબન અધરથી અધરનું,
ઉમંગી થયેલી  શમાઓ શમે છે.

પ્રિયાની રગેરગ બનીને ફરું છું,
કજલના જગતની ધરાઓ ધમે છે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment