*વરસાદ*(અછાંદસ)
છે વરસાદી વાયરો ચારેકોર,
છે અલમસ્ત આજની બપોર,
ભૂંજાવું છે સંગીનીના સાથમાં,
પણ,ઢેલડી વિના સૂનો છે મોર,
ઝરમર વરસતા વરસાદમાં,
બૂંદે બૂંદે છે એના શબ્દોનો શોર,
અનુંભવું છું મહેક તેના તનની,
ભીની થાય કાયાની હરએક કોર,
પ્રકૃતિ જાણે એવી ખીલી છે,
હું બન્યો ચાંદ ને તે ચકોર.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment