Saturday, 1 July 2017

ગીત

જેમાં અોઢેલી છત્રીઓ નડે છે.
હવે એવો વરસાદ ક્યાં પડે છે ?

આપણને જોઇ અને ઘેરાતું આભ
અને આભ જોઇ ઘેરાતાં આપણે
વરસી રહેવાની જાણે લાગી શરત એવાં
ભીતરથી લહેરાતાં આપણે.

આછી આછી શરમ જ્યાં નડે છે
હવે એવો વરસાદ ક્યાં પડે છે?

છત્રી હો એક અને ઓઢનારા બે
પછી શું નું શું થાય એ ય જાણીએ
ઓઢાડી એકને ને બીજૂં ભીંજાય એમ
આવનારી વર્ષાને માણીએ

એવું ભીંજાવું ક્યાં હવે જડે છે!
હવે એવો વરસાદ ક્યાં પડે છે !
                    - તુષાર શુક્લ

No comments:

Post a Comment