Saturday, 1 July 2017

ગઝલ

જુદાઈ ગમે છે મિલન પણ ગમે છે
પ્રણયના દરદનું અગન પણ ગમે છે

દરદ કેવું દિલની દિવાલો ખમે છે
તિરાડે પડેલી જલન પણ ગમે છે

લખાવે છે મૂજને હદયના એ દર્દો
કરે તું પઠન તો કવન પણ ગમે છે

થઈ કત્લ ઈચ્છા ઘણી આ હદયની
રહે છે થઈ એ દફન પણ ગમે છે

મદીરા ઉતારે અલગ છે મદીરા
નશીલા એ મોહક નયન પણ ગમે છે
સર્જક

No comments:

Post a Comment