Saturday, 1 July 2017

ગઝલ

શમાને જલાવી શમી હું ગયેલો,
દરદને  દબાવી  દમી હું ગયેલો.

વ્યથાઓ હવે શું કહું ઓ જમાના,
સભાને  ગજાવી  ભમી હું  ગયેલો.

સદા અશ્રુ ભીની રહે પાંપણો પણ,
નયનને   નમાવી   નમી  હું  ગયેલો.

ભલે  શ્વાસ  હાંફે  અકારું  બનીને,
કફનને સજાવી   ગમી  હું  ગયેલો.

અક્ષોણી હતો કાફલો જો 'કજલ'નો,
કબરને  મપાવી  રમી   હું   ગયેલો.

કશ્યપ લંગાળિયા "કજલ"

ડબલ કાફિયા

No comments:

Post a Comment