Saturday, 1 July 2017

ગઝલ

વરસાદને   વચમાં   લાવશો   નહિ ,
ખોટા   બહાનાઓ   કાઢશો   નહિ .

ઇચ્છા   પલળવાની  હોય    તમને ,
કોરા    રહેવાનું    વિચારશો    નહિ .

જાણું    છું    ટેવો    જૂની    તમારી ,
કરશો  ગમે   તે   પણ  ફાવશો  નહિ .

સઘળુંં    તમારૂં    આ   છે    કહીને ,
અમને   કદી  આમ  ફસાવશો  નહિ .

અમને  ખબર  છે  , નફરત  કરો  છો ,
ચુંબન    કરી   પ્રેમ   જતાવશો   નહિ .

આજે   અમે   જઇશું    દૂર    તમથી ,
'સોરી'   કહી   કોઇ   મનાવશો   નહિ .

છેલ્લી  સલામ  તમોને  છે  'જશ'   આ ,
અમને    કહી   એવું ,   બનાવશો   નહિ .

                    જશુ  પટેલ
                 ૦૧-૦૭૦૨૦૧૭
                બોસ્ટન , અમેરીકા
     ગાગા    લગાગા    ગાગા    લગાગા

No comments:

Post a Comment