Saturday, 1 July 2017

ગીત

"રાજકારણી કવિ"

કોણ એમને કહેશે એ સર્જન નથી કરતા,
કોઈના તળિયા છે ચાટે એ ભજન નથી કરતા,

આડ શબ્દોની લઈને કરે રાજકારણ,
સાહિત્યને લાગ્યું આ મોટું છે લાંછન,
પોતાની સામે એ દર્પણ નથી ધરતા,
કોણ એમને કહેશે એ સર્જન નથી કરતા....

મીઠા શબ્દોની એ જાળ છે ગુંથે,
કાવ્યોથી કોઈની એ વિષ્ટા છે લૂંછે,
સાચા સર્જનની એ તો ઈજ્જત નથી કરતા,
કોણ એમને કહેશે એ સર્જન નથી કરતા,

આ ગંદકીમાં જઈને ખીલ્યું ક્યાં કમળ
પોતે થયા કાદવ; જરા કરો સરમ,
શબ્દોથી એતો પૂજન નથી કરતા.
કોણ એમને કહેશે એ સર્જન નથી કરતા,

--સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment