Friday, 14 July 2017

ગઝલ

ચકોરી કાજ તરસ્યો હું રહ્યો છું રોજ,
મિલનની આશમાં દ્વારે ઉભો છું રોજ.

અનોખું એક બંધન સાથ લઈ ચાલ્યો ,
અધૂરી ચાહની ચાહે વહ્યો છું રોજ.

જગતમાં એક શિક્ષાર્થી બની બેઠો,
અલગ થઈને  હવે જાતે ઠર્યો છું રોજ.

પતંગાની ઉડાને જ્યાં રચાયું એ,
નવલ રંગીન આભાને વર્યો છું રોજ.

ખબર મારી મને જ નથી રહી ત્યાંતો,
નદી છોડી સમુંદરમાં તર્યો છું રોજ?

કાજલ
કિરણ પિયુષ શાહ
11/07/17

No comments:

Post a Comment