Friday, 14 July 2017

ગઝલ

આંસુ વહ્યા ઘટનાની વચ્ચે,
જીવ રહ્યો અફવાની વચ્ચે.

આંખે અંધારા પળ ભરમાં,
રાત પડી તડકાની વચ્ચે.

પી ના શક્યું જીવનભર એ,
મૃગજળ જે હરણાંની વચ્ચે.

સ્હેજ ખુશી જીવનમાં આવી
એક પરી શમણાંની વચ્ચે.

યાદ કરી કાગળ રાખું ત્યાં,
શબ્દ હસે લખવાની વચ્ચે.

જેણે રસ્તો શોધી આપ્યો ,
પથ્થર છે પડવાની વચ્ચે.

'આભાસ' હશે કિસ્મત વાંકા,
પડ્યો છે જડતાની વચ્ચે.

-આભાસ

No comments:

Post a Comment