Friday, 14 July 2017

ગઝલ

અટકળ ને અફવા-ની વચ્ચે
બેઠો છું પડઘા-ની વચ્ચે

કંઇક હતું જે ગુમ થયું છે
ખીલી ને ખરવા-ની વચ્ચે

સૂરજ નડતર થઇ ઊભો છે
આંખ અને સપના-ની વચ્ચે

તું જ કહે કે શું ખૂટે છે?
મંચ અને પડદા-ની વચ્ચે

ચીજ અસલ છૂટી ગઇ પ્યારે
માળા ને મણકા-ની વચ્ચે

-હર્ષદ સોલંકી

No comments:

Post a Comment