Saturday, 1 July 2017

અછાંદસ

તું અને હું...
ચાહ્યા એકબીજા ને,
એક પણ થયા...

શુ બન્યું એવું ,
કે અળગા થયા..??

તારા વિરહ ની વેદના,
રડી પડાયું,
જિંદગી હારી ગઈ....

એક દિવસ તું,ફરી આવ્યો..
જિંદગી માં જાણે,
બહાર આવી...

    "પણ"

આ શું..હું કેમ લડું ઝગડું,
તારી સાથે...
પહેલા જેટલો પ્રેમ,
કેમ ના દેખાય તારી
આંખ માં....
શુ વાંક તારો..??
કે પછી મારો..??

કે જાણે હું બદલો લઉં..?
તારા જવાનો.....

     શ્યામાં"જ્યશ્રી...

No comments:

Post a Comment