ગઝલ
જમના કાંઠો વાળી બેઠા,
જોયું તો વનમાળી બેઠા !
આંબા ડાળે કેરી ઝૂલે,
કેસરને પંપાળી બેઠાં !
સાત સમંદર પાર થયાને,
નૌકાને તો ટાળી બેઠાં !
વાદળમાંથી નીતર્યું તોયે,
પાલરપાણી ગાળી બેઠાં !
આંખો મીંચી જોયાં તમને,
ભોળાં મન ને ભાળી બેઠાં !
ઘોડી કૂદી બીજી ચાલે,
રાજાને દઈ તાળી બેઠાં !
ગીતો ગૂંજે કોયલના તો,
'કાન્ત ' એને પાળી બેઠાં !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment