ભુતકાળે ખોવાઈ ગયેલા 'હું' ને 'તું',
સંવેદના , એષણા ને ઈચ્છાઓનાં સ્પર્શથી થયાં નવપલ્લિત,
કલ્પના શક્તિથી અંધકારમાંય પ્રેમનાં રંગો ભરીને,
લાગણીઓના પ્રવાહમાં ઊંડે ને ઊંડે,
તું અને હું એકમેકમાં કેવાં ભળી ગયા,
હૈયામાં એક જ્યોત પ્રજ્વલિત થઈને,
જેમ માટીના બી ભળે એમ એકમેકમાં ભળી ગયા,
એ પણ સપનામાં,
આવી કલ્પના કોણ કરે ?
બસ, આમજ
જ્યારે જયારે આંખ મીંચાય છે,
ત્યારે ત્યારે સપનું રચાય છે
આવું જ સપનું !
હૂબહૂ આવું જ સ્વપ્ન!!!!.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
No comments:
Post a Comment