હવે નથી પંખી નો કલરવ કોઇ
માળો થયો અહીં ખાલી છે
સેવ્યાં તા જે શમણાં બધાં એ
નવા ગગન ની વાટ ઝાલી છે
લીધી તી બધી મોસમથી ટક્કર
પણ વિરહની ૠત બહુ સાલી છે
લચી પડ્યાં સુમન કંઇ ભારથી
મૂળિયા સોત ઊખડ્યો માળી છે
જે સળી સળી ગોઠવી તી નીડમાં
સઘળી ખરે ,એવી હવા ચાલી છે
માના વ્યાસ
No comments:
Post a Comment