Friday, 14 July 2017

અછાંદસ

આભે
પંખ પસારી ઉંચે ઉંચે
   આભે વિહંગ ઉડે
બેસી જઈ ડાળે ડાળે
  સંગીત કિલકારીનું વગાડે સાતતાળી ને સંતાકૂકડી
  ત્યાં ચંદ્ર તારલીઓ રમે
જઈ પાછળ વાદળીઓની
  છુપાવા સૂર્યદેવ દોડે
વાયરાને સ્પર્શે ખિલખિલ
  પાંદડીઓ લળીલળી હસે
ને સૂર્યદેવથી સૂકાં  થઇ
  લાંબા અવની પર સૂએ
ક્યારેક સૌને થરથરાવે
  કાળા ડિબાંગ વાદળાં
તો એકમેકને ટકરાઈને પાડે                          સૌના ફાંકડા ફોટા
          કિન્નરી દવે

No comments:

Post a Comment