Friday, 14 July 2017

ગઝલ

જરા ઠહરો,અમારે લાગણીની વાત કરવી છે,
યુગોની ઓથે ક્ષણભરમાં સદીની વાત કરવી છે.

નથી પંખીના કલરવ કે બધું વેરાન લાગે છે
વિખૂટી વૃક્ષથી એ ડાળખીની વાત કરવી છે.

ઘટા ઘેઘૂર થઈ આવી અને રિસાઈને ચાલી,
અહીં વરસી નહીં એ વાદળીની વાત કરવી છે.

તૂટેલા ચક્ર,રથ સાથે અમે મેદાનમાં આવ્યાં,
તો એની આંગળી જેવી ધરીની વાત કરવી છે.

મેં વરસોથી સ્મરણને સાચવી
રાખ્યું'તું જહેમતથી,
હવે દાટી  દીધેલી દાબડીની વાત કરવી છે. 

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment