વાત અધૂરી રહી ગયા પછીએ
કહી શકાય થોડો તો થોડો સંવાદ મજાનો હતો.
ટપક ટપક વરસી ગયા પછીએ
કહી શકાય જરાક તો જરાક અવસર ઉગવાનો હતો.
થોડું ઘણું ચાલી ગયા પછીએ
કહી શકાય થોડો તો થોડો ઈરાદો મંજિલ તરફ ખસવાનો હતો.
થોડું આપ્યું ને થોડું પામી ગયા પછીએ
કહી શકાય અમથો તો અમથો વિચાર મનને માનવી લેવાનો હતો.
વાટ પ્રજવલિત ક્ષણિક થયા પછીએ
કહી શકાય જરા તો જરા અભરખો હૈયાના પ્રત્યેક ખૂણાને અજવાળી લેવાનો હતો.
બંધ નયને શમણું થયા પછીએ
"નીલ" કહી શકાય એકવાર તો એકવાર એક ભાવ ગલી નાકે મળી લેવાનો હતો.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Friday, 14 July 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment