અટકી ગઈ રાગિની એ જાસુદી સાંજમાં
સૂરે જડી દામિની એ જાસુદી સાંજમાં.
રસ્તા ઉપર પાથરી રમણીયતા ભાણની,
રીસાઈ વર દાયિની એ જાસુદી સાંજમાં.
આભા ઉગી આભમાં ફફડાટ ત્યાં પાંખનો,
અશ્રુ થયા ભામિની એ જાસુદી સાંજમાં.
જે સ્પર્શમાં દોડવા ઈચ્છે હૃદય થનગની
તૂટી રુધિર વાહિની એ જાસુદી સાંજમાં.
જાગી હતી પ્રકૃતિ સહવાસ એ માણવા
અંતે રડી કામિની એ જાસુદી સાંજમાં.
-શીતલ ગઢવી"શગ"
(બસિત દ્વિખંડી)
સુધારીને
No comments:
Post a Comment