ગઝલ
ગાગાલગા , ગાલગા, ગાગાલગા, ગાલગા
મારા ઘરે દોડતી આવી શકે ?આવ તું,
લીલીછમ લાગણી લાવી શકે ? લાવ તું.
મેઘો હવે ભીંજવે , સૂકી ધરા સીમમાં,
સંબંધના બીજને વાવી શકે ? વાવ તું.
વરસાદમાં લાગણી ભીંજાય છે કયારથી,
પલળી જઈ દૂરથી ધાવી શકે ? ધાવ તું.
મઝધારમાં મોસમી ભૂલી પડી કયારથી,
એને હવે દરિયે તાવી શકે ? તાવ તું.
પાણી થકી પીડિતો પીડાય છે આમ જો,
વેદનાના પાનને ચાવી શકે ?ચાવ તું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment