Friday, 14 July 2017

ગઝલ

ફાળ ભરી ડગલાની વચ્ચે!
પાર થયા ખરવાની વચ્ચે!

થરથર ભોળું પારેવું મન!
જાળ હતી ઢગલાની વચ્ચે!

પાળ્યા એવાં સર્પોલા છે,
સલવાણા સગલાં ની વચ્ચે!

સોનેરી રંગે મોહાણા
અટવાયા મૃગલાની વચ્ચે!

શ્વાસોને શણગાર્યા, આગે
તણખા ને ભડકાની વચ્ચે!

મૃત્યુ કડવું સત્ય સ્વીકારો,
તરવું છે,  જીવવા ની વચ્ચે!

----------હેમા ઠક્કર "મસ્ત "       11-7-17

No comments:

Post a Comment