એક અને મીંડાની વચ્ચે,
એમ રહ્યો થોડાની વચ્ચે.
હા કે ના બે માંથી છે શું?
કેમ કહું અથવાની વચ્ચે.
તારામાં હું મારામાં તું,
ભેદ નથી સઘળાની વચ્ચે.
શું ખોયું ને શું પામ્યું તે,
જનમ અને મરવાની વચ્ચે.
સાચો માણસ ક્યાં ઓળખવો?
ખોટાનાં ઢગલાની વચ્ચે.
જીવનને મઘમઘતું કરવું,
સ્નેહ મઢ્યા શમણાની વચ્ચે.
એમ કહો કે પ્રેમ કરો છો,
ના રાખો ભ્રમણાની વચ્ચે.
આવન જાવનની પગથારે,
ખોવાણો રમણાંની વચ્ચે.
માણસ તા તા થૈ યા નાચે,
જો- તો નાં હોવાની વચ્ચે.
હા જી ના જી કરતો'તો એ,
કંઇ લેવા-દેવાની વચ્ચે.
બે ડગલા બસ ચાલી તો જો,
આશા - નિરાશાની વચ્ચે.
મળવાનું દર મંગળવારે,
તરહી આ શેરોની વચ્ચે.
ડૉ. અયના ત્રિવેદી
અયુ
11/7/17
તરહી
No comments:
Post a Comment