Friday, 21 July 2017

ગઝલ

લાલ,લીલા,કાળા,પીળા,ગુલાબી,સફેદ,
ફૂલોનું શું કહેવું ? કૂંપળ ફૂટે ને કળી આવે,

કળી ધીરેથી ખીલે,  અને ફૂલ પ્રગટે,
વાતાવરણમાં ત્યારે ખુશ્બું ફેલાય,

ફૂલ દેવને ચઢે, હાર બની વપરાય,
ફૂલ ગુચ્છ હેાય તો મહેંક મહેંક થાય,

ને,અંતિમ યાત્રામાં ફૂલોથી વિદાય અપાય,
અંતે તો ફૂલોનું પણ વિસર્જન થાય....................બીના શાહ.

No comments:

Post a Comment